હું જોઉં છું મારી ઉત્તરક્રિયા – જગદીશ જોષી

Share it via

તળિયે નાવ ડૂબે એમ હું મારી શૈયામાં શમતો જાઉં છું.
હોઠ ખોલ્યા વિના ડૉકટરે કહેવું પડશે, “હવે … આમાં કાંઈ નથી.”
પછી – થોડાંક આંસુ, થોડાક હીબકાં, થોડાક ફોન, થોડાંક માણસો.
મારે અહીંથી જવું નથી, પણ ગયા વિના મારો છૂટકો નથી.
શરીર અને જીવનો આમ પણ ક્યાં મેળ મળ્યો’તો?
પહેલાં હું શરીરનું કહ્યું માનતો ન’તો અને હવે શરીર…
શરીર હવે સાવ ઉદાસીન થઇ ગયું છે – આગથી ને આંસુથી
ભડભડ બળતી ચિતા પાસે માણસો વાતો કરતા હશે,
પણ બહેરા કાનથી સંભળાશે નહીં, સ્મશાનમાં પ્રવેશતાં જ
મંદિર આવશે પણ મને દેખાશે નહીં અને હાથ જોડાશે નહીં.
સ્મશાનની બહાર વહી જતા વાહનોની ભીડને કાયમને માટે ક્રોસ કરીને આવ્યો છું..
છાપામાં યુદ્ધના, ખૂનના, વિમાન પડવાના, આગના સમાચાર હશે;
પણ, એથી શું? મારું પાંચ માળનું મકાન થોડીક જ વારમાં ભસ્મીભૂત થઇ જશે
અને એની નોંધ છાપાંમાં ‘ન્યુઝ વેલ્યુ’ વિનાની.

જગદીશ જોષી

Leave a Comment

error: Content is protected !!