બેઠા – ભગવતીકુમાર શર્મા

ભાવેશ ભટ્ટ

ઉંબરો છોડી દ્વારમાં બેઠા;મૃત્યુના ઈન્તેજારમાં બેઠા. સાંજે બેઠા, સવારમાં બેઠા,માત્ર તારા વિચારમાં બેઠા. તોય અકબંધ મારી એકલતા,જઈ ભલેને હજારમાં બેઠા જગમાં આવ્યા તો એમ લાગ્યું કેજાણે એક, કારાગારમાં બેઠા ! જેને મળવું હશે મળી લેશે,આ અમે તો બજારમાં બેઠા ! સાદ પડશે અને ઊઠી જઈશું,ક્ષણની પણ આરપારમાં બેઠા. એક આછા ઉજાશની આશાલઇ અમે અંધકારમાં બેઠા. … Read more

કોઈ લખો કાગળ તો – ભાનુપ્રસાદ પંડ્યા

તમને લાગી ઠેસ અમોને ફૂલ અડ્યાનો કંપ !વાટ વચાળે બેઠાં પળ બે થયો નજરનો સંપ! થયો નજરનો સંપ અને આ વાટ ધસી થઇ ઝરણું !અમે મટ્યા પથ્થરને તરવા લાગ્યા થઇને તરણું ! હતા અમે મુકામ ભારનો એ ય જવાયું ભૂલી !ભીંતે હોત ચણાયા ને અહીં રહ્યાં લહરમાં ઝૂલી ! રહ્યાં લહરમાં ઝૂલી અમને સપને આવ્યા … Read more

પ્રેમ હજી છે – વિહંગ વ્યાસ

ઘણું થઈ શકે તેમ હજી છે.પૃથ્વી ઉપર પ્રેમ હજી છે. આટઆટલા પ્રલય પછી પણ,સઘળું કુશળક્ષેમ હજી છે. પૌત્ર બની રમતા પૂર્વજની,ભીંતે ફોટો ફ્રેમ હજી છે ! જળમાંથી છુટ્ટા પડવાનો,પરપોટાને વ્હેમ હજી છે. જેણે મટકુંયે ના માર્યુ,એ નજરોની નેમ હજી છે. વિહંગ વ્યાસ

ફૂલ અને ફોરમ – માધવ રામાનુજ

ફૂલ તો વળી બાગ મૂકીને ફરવા ચાલ્યું જાયફોરમ એને ખોળવા ભમે, આકળવિકળ થાય ! ભમરો પૂછે, કળીઓ પૂછે: પાંદડા રહે ચૂપ;ડાળીઓ એવી બ્હાવરી-જાણે ખોઈ નાખ્યાં હોય રૂપ ! ફૂલ તો વળી બાગ મૂકીને ફરવા ચાલ્યું જાય !ફોરમ એને ખોળવા ભમે, આકળવિકળ થાય ! ઝીણી ઝીણી પગલી પડે ફૂલ તો ચાલ્યું જાય,પડછાયામાં પાંખડી એની પાંખો જેવી … Read more

બેસ થોડીવાર – પંકજ વખારિયા

ઝંઝટ તમામ પડતી મૂકી, બેસ થોડીવારસાંભળ ભીતરનો સાદ જરી, બેસ થોડીવાર લોલક સમી છે મનની ગતિ, બેસ થોડીવારજંપી જા મધ્યે, છોડ, અતિ, બેસ થોડીવાર જોવા-ન જોવા જેવું ઘણું જોયું બસ, હવેજોઈ લે ખુદને આંખ મીંચી, બેસ થોડીવાર અસ્તિત્વ તારું ડૂબી રહ્યું અંધકારમાંઅંતરમાં એક દીવો કરી, બેસ થોડીવાર ત્યારે સમસ્ત વિશ્વમાં ઓગળશે તારો ‘હું’સર્વત્ર રહેશે ‘એક … Read more

error: Content is protected !!