ચાહતનો કોઈ પાર નથી.

Share it via

સમસ્ત લોકનાં અંગતનો કોઈ પાર નથી
ને એકમેકની દહેશતનો કોઈ પાર નથી !

તને હું ચાહું તે ચાહતનો કોઈ પાર નથી
તું સ્વપ્ન છે ને હકીકતનો કોઈ પાર નથી !

ન કોઈ યત્ર બતાવી શકે નિહાળીને
નહીં તો મારી શરાફતનો કોઈ પાર નથી !

કશું સમાન છે મારા અને તમારામાં
ને એ સિવાય તફાવતનો કોઈ પર નથી !

ન કોઈ કાન ધરી સાંભળે છે વાત અહીં
અહીં નહીં તો શિકાયતનો કોઈ પાર નથી !

– ભરત વિંઝુડા ( પંખીઓ જેવી તરજ 2003 )

error: Content is protected !!