મંદિર તારું વિશ્વ રૂપાળું

Share it via

મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે;

પળપળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે.

 

નહિ પૂજારી નહિ કોઈ દેવા, નહિ મંદિરને તાળાં રે;

નીલ ગગનમાં મહિમા ગાતા, ચાંદો સૂરજ તારા રે.

 

વર્ણન કરતાં શોભા તારી, થાક્યા કવિગણ ધીરા રે;

મંદિરમાં તું ક્યાં છુપાયો, શોધે બાલ અધીરા રે.

 

કવિ જયંતિલાલ આચાર્ય ‘ પુંડરીક’

        (18-10-1906 – 19-07-1988)

Download kavya dhara mob application from this link – http://bit.ly/2TMk7lv

 

 

error: Content is protected !!