શ્યામ રંગ સમીપે ન જવું , મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

Share it via

શ્યામ રંગ સમીપે ન જવું , મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું

 

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું

કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજલ ના આંખમાં અંજાવું મારે0

 

કોકિલા શબ્દ હું સૂણું નહિ  કાને, કાગવાણી શકુનમાં ન લાવું

નીલાંબર  કાળી કંચુકી ન પહેરું, જમાનાનાં નીરમાં ન ન્હાવુ   મારે0

 

મરકતમણિ  ને મેઘ દ્રષ્ટે ના જોવા, જાબું – વ્યંતાક ના ખાવું,

દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો,  ‘પલક ના નિભાવુ  ‘ ! મારે 0

error: Content is protected !!