કવિશ્રી અમિત વ્યાસનો કાવ્ય વૈભવ

માત્ર તું બોલે એ બસ છે વાત હો સાચી કે ખોટી પ્રગટે છે ત્યારે સાવ નિરાધાર હોય છે કિરણો જ માત્ર હોય છે આધાર સૂર્યનો આ અનર્ગળ મૌનને વહેતું કરે શોધ એ અક્ષર, જરા ઊંડે ઊતર ! સેવી શકે તો સંતની કોટિને પામશે જે શબ્દ વેડફે છે તું વાણી-વિલાસમાં ! સાંઇ ! તમે જ કઇંક … Read more

છે ભૂલા પડવાનો એક જ ફાયદો – અમિત વ્યાસ

પૂર્વવત ભૂતકાળ તાજો થાય છે;ને હજુ એક હાથ ત્યાં લંબાઇ છે! ટુકડા રૂપે મળે છે, જે બધું,એ બધું ક્યાં સોયથી સંધાય છે! રક્ષવાનું હોય છે હોવાપણું,અહીં બધુંયે એકનું બે થાય છે! કાચની સામે રહી જો એકલો,નિતનવા ચહેરા પ્રતિબિંબાય છે! છે ભૂલા પડવાનો એક જ ફાયદો,કેટલા રસ્તા પરિચિત થાય છે! – અમિત વ્યાસ  

કોણ ધીમા અવાજે બોલે છે ?

કોણ ધીમા અવાજે બોલે છે ? કોણ આ રાતને ડ્હોળે છે ? એ તરફનો નથી પવન,તો પછી; તું એ બારી શું કામ ખોલે છે ! ખળભળી જાય કેટલાં વિશ્વો; ત્યારે તરણું જરાક કોળે છે ! એ રીતે ફરફરે છે, ડાળ ઉપર; પર્ણ : જાણે હવાને તોળે છે ! કોઈ માથે ચડાવે છે જળને; કોઈ પાણીમાં … Read more

error: Content is protected !!