વિસ્તરે છે ચાંદની – આદિલ મન્સૂરી

ધીરે ધીરે વિસ્તરે છે ચાંદનીરાતને પાગલ કરે છે ચાંદની નીંદમાં ડૂબી ચૂકેલા શ્હેરને,મુગ્ધ થઈ જોયા કરે છે ચાંદની રાતભર સુમસામ રસ્તાઓ ઉપર,એકલી ફરતી રહે છે ચાંદની રાતનીયે આંખ ઘેરાઈ ગઈ,તે છતાં જાગ્યા કરે છે ચાંદની ચાંદ જોઇ યાદ આવો છો તમે,તમને જોઈ સાંભરે છે ચાંદની આપને નીરખું કે નીરખું ચાંદને ?બેઉના મુખથી ઝરે છે ચાંદની. … Read more

રણ લૈ જાઉં

તારી યાદોનાં હરણ લૈ જાઉંપીઠ પર નાખીને રણ લૈ જાઉં ખૂબ લાંબો છે મરણનો રસ્તોજિંદગીભરનાં સ્મરણ લૈ જાઉં હોઠ પર પ્યાસના સહરા સળગેબંધ આંખોમાં ઝરણ લૈ જાઉં એ તો સાક્ષાત્ સમય છે પોતેમારી એકાંતની ક્ષણ લૈ જાઉં જ્યારે જાઉં છું ઊઠીને આદિલશ્વાસમાં વાતાવરણ લૈ જાઉં – આદિલ મન્સૂરી

ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી – ‘આદિલ’ મન્સૂરી

લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી,ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી. એની સતત નજર અને મારા હૃદય ઉપર ?કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ? એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ?શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી. થોડો વિચાર મારા વિષે પણ કરી લઉં,ફુરસદ મને મળે જો તમારા વિચારથી. સુખનાય આટલા જ પ્રકારો જો … Read more

‘આદિલ’ મન્સૂરી

error: Content is protected !!