આદત થઇ ગઇ – ઉર્વીશ વસાવડા

જાતની સાથે જ સોબત થઇ ગઇએકલા રહેવાની આદત થઇ ગઇ એક આંસુ કો’કનું લૂછી દીધુંજો ખુદા કેવી ઇબાદત થઈ ગઈ આયના સામે કશા કારણ વગરઆજ બસ મારે અદાવત થઇ ગઇ શબ્દ ખુલ્લે આમ વહેંચ્યો છે બધેકેવડી મોટી સખાવત થઇ ગઇ એમણે પીડા વિશે પૂછ્યા પછીકેટલી પીડામાં રાહત થઈ ગઈ કાલ મન ઉજજડ હતું પણ આજ … Read more

તૂટવું કેવી રીતે ? – ઉર્વીશ વસાવડા

પ્રશ્ન કોઈ પણ નથી તો પૂછવું કેવી રીતે,ના લખ્યું હો કાંઈ તો એ ભૂંસવું કેવી રીતે ? પથ્થરોના આ નગરમાં કાચ જેવી લાગણી,તું જતાવીને પૂછે છે તૂટવું કેવી રીતે ? છે ખબર પૂરેપૂરી એની કથાના અંતની,શાપ છે સહદેવનો તો સૂચવું કેવી રીતે ? દ્વાર પર આવી ટકોરા સામટા ચૂપ થાય તો,દ્વારને અવઢવ રહે કે ખૂલવું … Read more

જિંદગી જીવી ગયો. – ઉર્વીશ વસાવડા

ઊતર્યા શણગાર માફફ જિંદગી જીવી ગયો,હું તુટેલા તાર માફફ જિંદગી જીવી ગયો. જેમ ઢાળ્યો છે મને એમ જ ઢળ્યો છું હું સદા,પાણીના આકાર માફફ જિંદગી જીવી ગયો. ફૂંક મારી ને તમે ઝાઝું ટકાવી ના શકો,બૂઝતા અંગાર માફફ જિંદગી જીવી ગયો. જે અહીં આવ્યા નિસાસા નાંખતા પાછા ગયા,હું ભીડેલા દ્વાર માફફ જિંદગી જીવી ગયો. શબ્દમાં તો … Read more

કવિતા અહીં પ્રગટ થઈ’તી

પછી કરતાલના તાલે કવિતા અહીં પ્રગટ થઈ’તી સળગતા કરના અજવાળે કવિતા અહીં પ્રગટ થઈ’તી અહીં જન્મ્યો હતો એ શબ્દ દામોદરકુંડને કાંઠે, નીતરતા કૃષ્ણના વ્હાલે કવિતા અહીં પ્રગટ થઈ’તી સતત પીધા કર્યો’તો પ્રેમરસ મસ્તીમાં મત રહીને ચટકતી ગોપીની ચાલે કવિતા અહીં પ્રગટ થઈ’તી ગમ્યું જગદીશને જે કૈ સ્વીકાર્યું એ સહજતાથી, સમર્પણ ભક્તિના ખ્યાલે કવિતા અહીં પ્રગટ … Read more

બિલકુલ નકામી હતી

દ્રષ્ટિ મારી સતત આભ સામી હતી થાય શું પાંખ બિલકુલ નકામી હતી બેઉ ખભે ફક્ત રામનામી હતી તોય વૈભવ હતો, જામોકામી હતી રોગ કે શત્રુની કઇં નથી વાત આ જાતને ઊગતી મેં જ ડામી હતી. વૃક્ષ તો એક પળમાં કપાઈ ગયું ને અસર તે છતાં દૂરગામી હતી ના કર્યું સ્મિત એણે, રુદન પણ નહીં ક્યાંક … Read more

error: Content is protected !!