એ કલાકાર ગણાશે – કાજલ કાંજિયા ‘ફિઝા’

દે શ્વાસ ખુશીનાં એ કલાકાર ગણાશે,આ જગમાં દુવાનો ય એ આધાર ગણાશે. ખુદ જાત અગર કોઈ કદી જાણી શકે તો !એ મંચ ઉપર મોટો કથાકાર ગણાશે. કોરી ના રહીં હું ય પ્રણય ,દર્દ , સજાથીદિલ તૂટ્યું છતાં પણ, મેં કર્યો પ્યાર ગણાશે. ઉમ્મીદથી હું પોષું ભરમને ય કવનમાં,એક પળમાં ત્યજી દઉં તો એ વ્યાપાર ગણાશે. … Read more

તમને આ રાતની આણ છે – કાજલ કાંજિયા “ફિઝા”

મનથી મનનું આ સંધાણ છે હા, મને તારું બંધાણ છે સ્વપ્ન મ્હોરી રહ્યાં આંખમાં એની બેઉં ને થઇ જાણ છે સાત જન્મે ઘવાયો ફરી આજે પણ આ નજર બાણ છે. રંગ માણ્યાં કરો પ્રેમનાં તમને આ રાતની આણ છે. ઝુલ્ફ બાંધીને રાખો “ફિઝા” આશિકોની અહીં ખાણ છે. કાજલ કાંજિયા “ફિઝા”

error: Content is protected !!