મેં સ્વમાન ફેરવ્યું છે – ગૌરાંગ ઠાકર

મેં નથી સુકાની બદલ્યો, ન સુકાન ફેરવ્યું છેદરિયાનું એ રીતે મેં, અભિમાન ફેરવ્યું છે. તું મને ઉદાહરણમાં, હવે ટાંકવો જવા દે;મેં જીવન જીવી જવાનું, અભિયાન ફેરવ્યું છે. આ સવાલ પ્રેમનો છે, તરત જ અમલ તું કરજે,તું ગુમાન ફેરવી લે, મેં સ્વમાન ફેરવ્યું છે. મને એટલી ખબર છે, અભિનય સમય કરે છે,હવે દુ:ખનાં પાત્રમાં છે, પરિધાન … Read more

પ્રેમનો રંગ – ગૌરાંગ ઠાકર

પ્રેમનો રંગ નિરાળો,એકબીજાની પડખે રહીને મેળવી લઈએ તાળોપ્રેમનો રંગ નિરાળો, ભીંત વગરનું મનડું મૂકતું, આખા ઘરમાં બારી,વાટ નિરખતા દ્વાર ઉભા‘તાં, ટહુકાઓ શણગારી,વહાલ ભરેલું વાદળ પૂછે: કોનો છે આ માળો?પ્રેમનો રંગ નિરાળો, સ્મરણોને સંગાથે તેડી, દોડી આવે શમણાં,દર્પણથી એ વાત કરાવે, જીવતી રાખે ભ્રમણાં,બીજ અમે તો ઘરમાં વાવી, પૂનમ થઇ ગઈ ડાળો.પ્રેમનો રંગ નિરાળો, તમ તમારે … Read more

કોઈને ક્હેશો નહીં – ગૌરાંગ ઠાકર

એક મોકો મેં ગુમાવ્યો, કોઈને ક્હેશો નહીં,હું મને ના ઓળખાયો, કોઈને ક્હેશો નહીં. આંખને બદલે હૃદયથી એ મને વાંચી ગયો,મેં અભણ એને ગણાવ્યો, કોઈને ક્હેશો નહીં. શબ્દ કેવળ દૃશ્યથી કૈં શ્લોક થઈ જાતો નથી,ક્રોંચવધ હું જોઈ આવ્યો, કોઈને કહેશો નહીં. બસ ખુશીથી જાળમાં એ માછલી કૂદી પડી,જીવ પાણીથી ધરાયો, કોઈને કહેશો નહીં. આયનો પ્રતિબિંબ મારું … Read more

તું સુગંધ કઇ રીતે થઈ ગયો – ગૌરાંગ ઠાકર

મને માણસાઈથી મ્હેકવા, લ્યો સરળ ઉપાય મળી ગયો, હું પવનને પૂછી લઉં જરા, તું સુગંધ કઇ રીતે થઈ ગયો. તને હાથપગની છે ડાળીઓ, તને લાગણીનાં છે પાંદડાં, તું પડાવ કોઈનો થઈ શકે, મને છાંયડો એ કહી ગયો. નથી મંદિરોની તું પ્રાર્થના, નથી મસ્જિદોની નમાજ તું, કદી માવડીનાં તું આંસુમાં, કદી સ્મિત બાળનું થઈ ગયો. તું … Read more

રોજ મંદિરનો મને ધક્કો પડે – ગૌરાંગ ઠાકર

રોજ મારાથી મને વાંધો પડે,તો ય મારે તો મને જોવો પડે. આ ઝરણ એમ જ નદી બનતા નથી,દોસ્ત પાણીનેય પરસેવો પડે. કૈંક તો સારું બધામાં હોય છે,લીમડાનો છાંયો ના કડવો પડે. તું દિવસ જીતી ગયાંનો વ્હેમ છોડ,સાંજે પડછાયો ઘણો મોટો પડે. તું અડે ને એમ લાગે છે મને,જાણે સૂકા ઘાસ પર તણખો પડે. તું હવે … Read more

error: Content is protected !!