વાર લાગી (ઝૂલણા છંદ) – જવાહર બક્ષી

જવાહર બક્ષી

બે ઘડીની જ બાજી હતી જિંદગી તોય સંકેલતા વાર લાગીહાર ને જીતથી પર હતા એટલે ખેલતાં વાર લાગી ઝેલતાં ઝેલતાં વેદના થઈ ગઈ માત્ર આનંદ હોવાપણાનો,પ્રિય પીડા હતી, કષ્ટ અંગત હતા, ગેલતાં ગેલતાં વાર લાગી કોઈ રાખ્યાં નહીં માર્ગનાં વળગણો, કોઈ પરવા કરી નહિ સમયની,ટહેલતાં ટહેલતાં છે..ક પ્હોંચી ગયા, સહેલતાં સહેલતાં વાર લાગી. ચંદ્ર-સૂરજ વિના … Read more

તો હું તને ક્યાંથી મળું ? – જવાહર બક્ષી

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું ?આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું ? શાશ્વત મિલનથી.. તે સનાતન દૂરતાના સંભવોનું આંગણું આકાશ છુંનિશ્ચિતપણાનાં શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને ક્યાંથી મળું ? હું તો હવાના ગર્ભમાં લજજામણી જેવા સુકોમળ શ્વાસનું … Read more

ક્યાં ઝટમાં બોલે – જવાહર બક્ષી

ઇચ્છાય મળી મરજાદી ક્યાં ઝટમાં બોલે બોલે તો પણ ક્યારે કૈં પરગટમાં બોલે ઝીણી ઝીણી રણઝણ એ પણ છાનીમાની ઝાંઝર પણ પડઘાઇને ઘુંઘટમાં બોલે ઘર-ખૂણાની રાખ ઘસાતી ગાગર સાથે આખી રાતનું અંધારું પનઘટમાં બોલે લાગણીઓની જાત જનમથી છે મિતભાષી વરસે અનરાધાર અને વાછટમાં બોલે સહુ શબ્દોને સમ દીધા કે ચૂપ રહેવું એ ધારી કે કોઈ … Read more

ભજન – ગઝલ – જવાહર બક્ષી

એવો તે કંઇ ઘાટ જીવનને દીધો જી પરપોટામાં કેદ પવનને કીધો જી ચારેબાજુ સ્પર્શનું ભીનું અંધારું અણસારાનો લાગ નયનને દીધો જી લોચનિયાંનો લોભ પડ્યો રે બહુ વસમો દ્રસ્ટીનો દરબાર સ્વપ્નને દીધો જી સપનામાં તો ભુલભુલામણ – અટવાયા ઓળખનો અવકાશ તો મનને સીધો જી અંતે આ આકાશનું બંધન પણ તૂટ્યું પરપોટાની બહાર પવનને પીધો જી. જવાહર … Read more

error: Content is protected !!