જાવાનું છે – જીત જોબનપુત્રા

વાયરાને બસ વાવાનું છેજંગલ થરથર થાવાનું છે એવું નથી અહીં કોયલ બોલેતમરાને પણ ગાવાનું છે જળાશય છો ખાલી પડ્યાંસ્નેહ સરોવર ન્હાવાનું છે રાતવરત છે ફરવાનું,પછીઊંધા થઈ લટકાવાનું છે અવધૂતોએ દિશા પ્હેરીશાને પછી સંતાવાનું છે કોઈ એવા તરભેટે ઊભાંમાર્ગ નથી પણ જાવાનું છે જીત જોબનપુત્રા

સ્પર્શ હથેળીના – જીત જોબનપુત્રા

સ્પર્શ હથેળીના આંખોએ કળવાના છેસાવ અચાનક શુભ સંદેશા મળવાના છે મેઘ બનીને ગોરંભાશે સ્મરણ તારાંએ ઝરણાં થઈ હૈયામાં ખળખળવાનાં છે વડવાનલ શી આગ ધખે તો માની લેજોછાતી સરસાં શીતલ નીર ઊછળવાનાં છે રાતવરાતે ‘ થઈ થાવાનું ‘ ઘુવડ બોલેએમાં પાછા કાગ ઋષિ પણ ભળવાના છે કંકુવરણી ઈચ્છાનાં પારેવાં સઘળાંરામ ઝરૂખે બેસીને પણ રળવાનાં છે એક … Read more

error: Content is protected !!