શબ્દને સાધવો જોઈએ – ડૉ. હરીશ ઠક્કર

હો સુખી તો સુખી લાગવો જોઈએઆદમી મન મૂકી નાચવો જોઇએ ટાઢની બાદ તડકો થવો જોઈએખૂબ સારો સમય પણ જવો જોઈએ વૃક્ષને રોજ ઝભ્ભો નવો જોઇએવેલનો ખેસ પણ નાખવો જોઈએ મહેંદી મૂકે ભલે હાથ ને પગ ઉપરરંગ તો મન ઉપર લાગવો જોઈએ એની પાસે જે માગે તે મળશે તનેછે શરત, શબ્દને સાધવો જોઈએ. ડૉ. હરીશ ઠક્કર

error: Content is protected !!