સ્મૃતિ – નિરંજન ભગત

ઘરની અંદરવર્ષોથી એક ખૂણામાં બેસી રહૂં.મારો ખંડ સુશોભિત,છત પર બિલોરી ઝુમ્મરો,ભોંય પર ગૂંથેલી જાજમો,બારી પર રેશમી પડદા,ભીંત પર મઢેલા અરીસા,ટેબલ પર રંગીન ફૂલો;મારો ખંડ ભર્યો. ત્યાં ઓચિંતું કોઈક પ્રવેશી ગયું,મને ઘડી હસાવી, ઘડી રડાવી,જાણું નહીં ક્યારે એ વિદાય થયું;મારા ચિત્તમાં એ સ્મૃતિ બની ગયું.હવે મારો ખંડ ખાલી ખાલી,હવે માત્ર સ્મૃતિથી જ ભર્યો ભર્યો. – નિરંજન … Read more

રે આજ અષાઢ આયો – નિરંજન ભગત

રે આજ અષાઢ આયો,મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો ! દૂરને દખ્ખણ મીટ માંડીનેમોરલે નાખી ટ્હેલ,વાદળી સાગરસેજ છાંડીનેવરસી હેતની હેલ;એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો ! મેધવીણાને કોમલ તારેમેલ્યાં વીજલ નૂર,મેહુલાએ ત્યાં જલની ધારેરેલ્યા મલ્હારસૂર;એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો ! જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,સંસાર મ્હાલ્યો સંગ,અલકાથી હું દૂર, તે સાલ્યો,મને, ન લાગ્યો રંગ;એ સૌને … Read more

તું હતી સાથમાં ! – નિરંજન ભગત

તું હતી સાથમાં!તું પ્રિયે, રમ્યગાત્રી,હતી વિજન વનને પથે પૂર્ણિમારાત્રિ,ને હું અને તું હતાં બે જ યાત્રી,જતાં હાથ લૈ હાથમાં!તું હતી સાથમાં! જાણ્યું ના આપણે બે જણેએવી તે કઈ ક્ષણેકોઈ મુગ્ધા સમી મંજરીડાળથી મ્લાન થઈ મૂર્છિતા ગઈ ખરી,એક નિઃશ્વાસ નમણો ભરીઆપણા માર્ગમાં ગઈ સુગંધો ઝરી! જાણ્યું ના આપણે બે જણેએવી તે કઈ ક્ષણેકુંજની કામિની કોકિલા,કંઠ પર … Read more

હાથ મેળવીએ – નિરંજન ભગત

નિરંજન નરહરિલાલ ભગત (૧૮-૫-૧૯૨૬): કવિ, વિવેચક. જન્મ અમદાવાદમાં. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં.૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઈટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં. ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં અભ્યાસ છોડ્યો. ૧૯૪૪માં મેટ્રિક. ૧૯૪૪-૧૯૪૬ દરમિયાન અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજમાં બે વર્ષનું શિક્ષણ લઈ ૧૯૪૮માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે બી.એ. ફરી એલ.ડી. આર્ટસ કૉલેજમાં દાખલ થઈ અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી ગૌણ વિષયોમાં … Read more

ઘડીક સંગ – નિરંજન ભગત

કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ, આપણો ઘડીક સંગ; આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ! ધરતીઆંગણ માનવીના આ ઘડીક મિલનમેળા, વાટમાં વચ્ચે એક દિ નકી આવશે વિદાયવેળા! તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા! હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ! પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી, કંટકપંથે સ્મિત વેરીને … Read more

error: Content is protected !!