તૂટેલા ગઢનું ગીત ~ પરેશ દવે

ગાબડાંસોંતો ગઢ ઊભો છે કૈં ગોકીરા ગાળી,ગઢની ટોચે ફજેત ફાળકો દેશે ખુદને ઢાળી! પળનાં એવાં કટક ચઢ્યાં કેખટકમાં ખતવાણા,અંધારે જઈ કર્યા કાટકાને કાજળથી કરપાણા. ગઢની ટોચે ફજેત ફાળકો ખુદને દેતો તાળી! ગઢવી બેઠો ગીત ભણેને થઈ જાય ઘાવ રાતાં,પળની સામું ખર્યાં કાંગરેરાજિયા કૂટાતા. હારજીતના કૈંક મામલા બેઠા છે ઓગાળી! પરેશ દવે

ચાખ્યું બધાંએ – પરેશ દવે

આસું પીડા ભીંતનું ચાખ્યું બધાંએબારણું ખોલ્યું અને વાસ્યું બધાંએ આ બધાંના હાથ ફેલાયા પવનમાંશ્વાસની પાસે મરણ માંગ્યું બધાંએ વિસ્મરી બેઠાં હતું જે યાદ સૌનેબાદ વર્ષોનું સગડ માંગ્યું બધાંએ હાથમાં કૂવો અને તરસે મરેલાંજીવવું જીવ્યા વગર રાખ્યું બધાએ ચૂપ રે’વાની શરતમાં અંતકાળેભીંત ભેગું બોલવા માંડ્યુ બધાંએ પરેશ દવે

રતિક્રીડાનું ગીત – પરેશ‌ દવે

ચૂચૂકપુષ્પની ટોચે ફતોજી ચુંબનવલ્લી છાપે નિજ શ્યામાનુ અધર ગ્રહીને સખ્ય હોઠનું સ્થાપે ઊભા વરસ્યા મેહ ફતોજી ટૌકો માંગે ભડભડ સળગ્યા દેહ ફતોજી ટૌકો માંગે તન ચંપાનો ગજરો ગૂંથી ખળખળ કરતાં આણે પ્રીત કરીને પારેવડીને સોનલસેજમાં તાણે ચૂચૂકપુષ્પની ટોચે ફતોજી ચુંબનવલ્લી છાપે હળવે અંતર કાપ્યા કુંવારિયા હળવે દેહ માપ્યાં કુંવારિયા તે બોલ્યા ચિકવિક ચિકવિક દેહ ફતોજી … Read more

શ્રી ફતાજીની છવ્વીસી ~ પરેશ દવે

સંકટમોચન વીનવું, બ્રહ્મતનયા ભોળી હું કથા કરું ઠાવકી લયમાં કલમ બોળી. ગદ્યમાં ઘણાં ગડગડે, બહુ વિધ તૂરવાજાં પદ્યની કરી પાલખી, તેડાવું લયરાજજા. કવિતા કેવળ ઉપરણું , પદ્ય કેવળ ઉપાય પાત્ર પોતે સત્તાધિશ, જેહ રાયનું રાય. કવિ ગુણગાયક પાત્રનો, કાગળ લહિયો માત્ર રસ પડે તો ગાજો ગુણ, નહીં તો ગણજો જાત્ર. નહીંનગરનુ રાજ છે, પડછાયાની ભીડ … Read more

ભોપા ભૈની ભોપાળી – પરેશ દવે

બોલને નાગર ગાશે ભોપા ભૈની ભોપાળી? પૂછી લઉં? પૂછી લઉં નાગરને? જેને મન વગાડે માણ જેમ જેને ખુમારી શિરત્રાણ જે પંડે ઉદિત ભાણ તે અંધારાંની લોથ થઈ ગયા છે આજકાલ જે કંતાયો છે તાર તાર જે કેવળ કક્કાનું કિરદાર તેથી રોજ રોજ કંતાય ને રોજ રોજ શંકાય વાંચે ગેબી આંખે પંડપુરાણ થઈ ગયો છે જે … Read more

error: Content is protected !!