આપણે ભરોસે આપણે હાલીએ – પ્રહલાદ પારેખ

આપણે ભરોસે આપણે હાલીએ,હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએએક મહેનતના હાથને ઝાલીએ,હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ. ખુદનો ભરોસો નકામ;છો ને એ એકતારે ગાઈગઈ ને કહે; ‘તારે ભરોસે, રામ !’ એ તો ખોટું રે ખોટું પિછાણીએ, હો ભેરુ; બળને બાહુમાં ભરી હૈયામાં હામ ભરીસાગર મોઝારે ઝુકાવીએ,આપણાં વહાણનાં સઢ ને સુકાનનેઆપણે જ હાથે સંભાળીએ, … Read more

અબોલડા – પ્રહલાદ પારેખ

ઉરે હતી વાત હજાર કે’વા,કિન્તુ નહીં ઓષ્ઠ જરીય ઊઘડ્યા;જલ્યા કર્યા અંતર સ્નેહદીવા,ઉજાસ શાં હાસ્ય મુખે ન આવિયાં. નિસર્ગલીલા તુજ સાથ જોવાહૈયે હતા કોડ, – ન પાય ઊપડ્યા;સૂરે મિલાવી તુજ સૂર, ગાવાઉરે ઊઠ્યાં ગીત; બધાં શમાવ્યાં. મળી મળી નેન વળી જતાં ફરીઅકથ્ય શબ્દે વદી વાત ઉરની;હૈયું મૂંગું ચાતક શું અધીર;એ રાહ જોતું તુજ શબ્દબિન્દુની: એવો અબોલા-દિન … Read more

હૈયું – પ્રહલાદ પારેખ

હૈયાની જાણો છો જાત ?કે’વી હોયે કંઈયે વાત,તોયે કે’વી ને ના કે’વી,બન્ને કરવાં, એકી સાથ. વજ્જર જેવા એને થાવું,ફૂલ સમા યે બનવું સાથ,ક્યાં વજ્જર ? ક્યાં ફૂલડું ? તેનેબન્નેનો કરવો મેળાપ. બિન્દુનું ગાવું છે ગાન,સિન્ધુનીયે લેવી તાન;દોસ્તી સૌ સંગાથે કરવી,નાનાં વા એ હોય મહાન. દુભાઈને ગાવું પરદુઃખે,ઘવાઈને પોતે ગાવું;દેવું છે પોતાને સઘળું,ને સાથે માગણ થાવું. … Read more

બનાવટી ફૂલોને – પ્રહલાદ પારેખ

તમારે રંગો છે,અને આકારો છે,કલાકારે દીધો તમ સમીપ આનંદકણ છે,અને બાગોમાંનાં કુસુમ થકી લાંબું જીવન છે. ઘરોની શોભામાં,કદી અંબોડામાં,રહો છો ત્યાં જોઈ ઘડીકભર હૈયું હરખતું;પ્રશંસા કેરાં એ કદીક વળી વેણો ઊચરતું. પરંતુ જાણ્યું છે,કદી વા માણ્યું છે,શશીનું, ભાનુનું, ક્ષિતિજ પરથી ભવ્ય ઊગવું ?વસંતે વાયુનું રસિક અડવું વા અનુભવ્યું ? ન જાણો નિંદું છું,પરંતુ પૂછું છું :તમારાં હૈયાના ગહન … Read more

આંખે માંડી વાત !

તું બોલે તો બોલું એવી મનમાં વાળી ગાંઠ, બંધ હોઠ કર્યા મેં જ્યારે, – આંખે માંડી વાત ! આંખોને યે વારું ત્યારે, – જોવુ ના તુજ દિશ એમ કર્યું તો, – સ્મરણો તારાં મનમાં કરતાં ભીંસ તેને વારું, ને તુજ દિશનું ખાળું અંતરવ્હેણ, – નીર ફર્યા એ પાછાં તેથી ઊભરાતાં મુજ નેન અંતર મારે ભય … Read more

error: Content is protected !!