લોકો બહુ ફાવી ગયાં – ભરત ભટ્ટ ‘તરલ’

એક્ ઈશારે બાથ ભીડાવી ગયાં, બોલો!એ બધાં લોકો બહુ ફાવી ગયાં, બોલો! મારી ભીતરના કૂવામાં તેમણે જોયું;જળની અંદર આગ પેટાવી ગયાં,બોલો ! મેં કર્યો દેખાવ અમથો વૃક્ષની માફકપંખીઓ કલરવને ફેલાવી ગયાં, બોલો! લોક તલપાપડ હતાં ડૂબી જવા ત્યારે;એ નદીના નીર થંભાવી ગયાં, બોલો! મર્મ ભેદી વળતું બોલ્યાં કે, ‘તરાવું છું!’હોડીમાં દરિયાને ઠલવાવી ગયાં, બોલો! ભરત … Read more

અંદરથી ખૂટી ગયો છું – ભરત ભટ્ટ ‘તરલ’

આપના હાથમાંથી વછૂટી ગયો છું, હું અરીસો નથી તોય ફૂટી ગયો છું. મેં ઉલેચ્યો મને રોજ મારી ભીતરથી, ને હું મારી જ અંદરથી ખૂટી ગયો છું. હું અડાબીડ છું, વાંસવનમાં ઉઝરડો, ક્યાંક બટકી ગયો, ક્યાંક તૂટી ગયો છું. મેં મને આંતર્યો છે સખત ભીડ વચ્ચે, ફક્ત મારાપણું સાવ લૂંટી ગયો છું. જીવ ચાલ્યો ગયો છે … Read more

ઝંખના સિવાય તું સમૃદ્ધ થઇ શકે – ભરત ભટ્ટ ‘તરલ’

મારો ખ્યાલ છે કે હવે યુદ્ધ થઇ શકે, અથવા જગતના લોક બધાં બુદ્ધ થઇ શકે. કહેવાનો ભાવ ત્યારે અણિશુદ્ધ થઇ શકે , કંઈ ઝંખના સિવાય તું સમૃદ્ધ થઇ શકે. રથના તમામ ચક્ર મનોરથ બની જશે પોતાનું મન લગામની વિરુદ્ધ થઇ શકે. પ્રત્યેક જીવ અશ્વનો અંશાવતાર છે, પ્રત્યેક અશ્વ એક વખત વૃદ્ધ થઇ શકે. ફાડી ત્વચાનું … Read more

error: Content is protected !!