ચૂમી છે તને

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને. પર્વતો પાછળ સવારે, ને બપોરે ઝીલમાં,સાંજ ટાણે પંખીના માળામાં ચૂમી છે તને. સાચું કહું તો આ ગણિત અમથું નથી પાકું,બે ને બે હોઠોના સરવાળામાં ચૂમી છે તને. કાળી રાતોમાં છુપાઈને ગઝલની આડમાં,પાંચ દસ પંક્તિના અજવાળામાં ચૂમી છે તને. લોકોએ જેમાં ન પગ મુકવાની … Read more

મનગમતા શેર

ન શસ્ત્રહીન સમજ મારી બંધ મુઠ્ઠીને,કે જ્યાં કશું નથી નથી ત્યાં ઝંઝાવાત હોઈ શકે.– હેમેન શાહ એક ઘાએ ખેલ પુરો ના થયો,ખૂબ તરફડવું પડ્યું વાગ્યા પછી. – હેમેન શાહ ને  રંજ માત્ર ભીંત તૂટ્યાંનો નથી મનેબીજી  રીતે કહું તોછબી પણ નથી રહી. -મુકુલ ચોકસી આવ સામે હવે તુંમને ભેટવા,ડગ ન એકે હું ભરું હવે દ્વારથી. … Read more

પ્રેમ એટલે કે ….

પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો, સ્વપ્નમાં પળાય એવો કાયદો; પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો ! ક્યારેય નહીં માણી હોય એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે- એ પ્રેમ છે, દાઢી કરતાં જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે- એ પ્રેમ છે; … Read more

error: Content is protected !!