હરિ, કેટલી વાર ? – મુકેશ જોષી

હરિ, કેટલી વાર ?ઝટ્ટ પધારો,કદાચ હું નીકળી જાવાનો જીવનમાંથી બ્હાર….. પ્રભાતિયાની ચિઠ્ઠી તમને મળી હતી કે નહીં ?પંખીએ એમાં જ કરી’તી ટહુકા સાથે સહીગઈ રાતના નામજાપનો કીધો’તો મેં તાર…. હરિ…. ઝાંખી બારી, કમાડ ઝાંખાં, ઝાંખું છે અજવાળુંસાઠ વરસથી ખુલ્લા ઘરને હવે મારવું તાળુંતમને સોંપી ચાવી, મારે જાવું પેલે પાર….. હરિ….. તુલસીદળ પર આંસુ મૂકી કરે … Read more

તારા હૈયામાં શોર થયો કે નહિ – મુકેશ જોષી

બોલ સખી તારા હૈયામાં શોર થયો કે નહિકાલ સુધી તું લાગણીઓને પીંછા પીંછા કહેતી એ પીંછાઓમાં થી મોર થયો કે નહિ ? રૂમાલમાં ચાંદો સંતાડે, ગાંઠો વાળે, પાછી છોડે એવા તારા મનને ક્યાંથી બાંધુંતું ના માને એ સાંજે હુ ફાટી ગયેલા અંધારાને પંપાળી ને દીવો લઈને સાંધુમારા ગઝલો વાંચી તારી રાજી થાતી રાતો વચ્ચે મુશાયરાનો … Read more

સરળ અનુવાદ રાધા – મુકેશ જોશી

કૈંક   ચોમાસાં    અને    વરસાદ રાધા,એક   રાતે   કૃષ્ણમાંથી   બાદ    રાધા. ને,   ઝુરાપાનું   સુદર્શન     આંગળીએ,રોજ   છેદી   નાખતો  જે   સાદ   રાધા. એટલે   તો   જિંદગીભર   શંખ   ફુંક્યો,વાંસળી   ફૂંકે   તો   આવે   યાદ રાધા. કૃષ્ણને   બહેલાવવાને     આજ    પણ,ચોતરફ   બ્રહ્માંડમાં   એક  નાદ  રાધા. કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય  તો પણ,સાવ સીધો ને સરળ અનુવાદ    રાધા. –  મુકેશ જોશી http://bit.ly/2FxTs8p Download kavya Dhara … Read more

ગામને પાદરિયે જાન એક આવી – મુકેશ જોશી

પાંચીકા રમતી ‘તી , દોરડાંઓ કૂદતી ‘તી, ઝૂલતી ‘તી ડાળે , ગામને પાદરિયે જાન એક આવી, ને મારું બચપણ ખોવાયું એ જ દા’ડે મધમીઠા મહુડાના ઝાડ તળે બેસીને લખતી ‘તી દાદાને ચિઠ્ઠી લખવાનું  લિખિતંગ બાકી હતું, ને મારે અંગે ચોળાઈ ગઇ પીઠી આંગણામાં ઓકળિયું પાડતા બે હાથ લાલ થાપાઓ ભીંત ઉપર પાડે મારું બચપણ ખોવાયું … Read more

તમે જિંદગી વાંચી છે ?

સુખની આખી અનુક્રમણિકા અંદર દુ:ખના પ્રકરણ તમે જિંદગી વાંચી છે ? વાંચો તો પડશે સમજણ પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે પથ્થરના વરસાદ વચાળે, કેમ બચાવો દર્પણ… તમે જિંદગી… હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ ! ફાટેલાં પાનાંનાં જેવાં ફાટી જાતાં સગપણ…. … Read more

error: Content is protected !!