નભ-છત્રી નીચે ! – યોગેશ જોષી

યોગેશ જોષી

ધોધમાર વરસાદમાંચાલીયે છીએ આપણે પાસપાસે,પોતપોતાની છત્રી નીચે. તારી છત્રી ફગાવી દઈ,તું આવી ગઈ,મારી છત્રી નીચે. ત્યાં તોગાંડાતૂર વરસાદી પવનેફંગોળી દીધીમારી છત્રી… મૂશળધાર વરસાદમાંહવે આપણેનભ-છત્રી નીચે !ને છતાંકેમ હજીયેકોરાંકટ્ટ ?! યોગેશ જોષી

error: Content is protected !!