ક્યાં ક્યાં ફરું? – લલિત ત્રિવેદી

હું દરશની ધખ લઈ ક્યાં ક્યાં ફરું?આંખની ઓળખ લઈ ક્યાં ક્યાં ફરું? આ ખખડધજ ખખ લઈ ક્યાં ક્યાં ફરું?પંડ, હે ગોરખ ! લઈ ક્યાં ક્યાં ફરું? હું પ્રતીતિનો પ્રતાપી રાજવીરાખ લઈ, રખરખ લઈ ક્યાં ક્યાં ફરું? સાચવ્યા છે તો ય પરોપટા, સ્વજન !ટેરવાં ને નખ લઈ ક્યાં ક્યાં ફરું? એકદંડી વક્ષની કથની લઈહોઠમાં અબરખ લઈ … Read more

સમય કહેશે -લલિત ત્રિવેદી

હે કવિ ! શું અમર, સમય કહેશેનૂર છે કે હુનર, સમય કહેશે કેટલું કોણ કોની સાથે છેકોણ કોના વગર, સમય કહેશે શું સરકતું ગયું.. બદલતું ગયું…શું રહ્યું ઉમ્રભર, સમય કહેશે ! મેં ય વાવી’તી ખુશ્બૂ કાગળમાંશું રહી ગૈ કસર, સમય કહેશે ! શું ફરક પડવાનો ખરે ટાણે–ક્યો સમય છે અગર સમય કહેશે ! એકસો આઠ … Read more

પર્યાય કોણ છે? – લલિત ત્રિવેદી

આ ઓમ નમઃ શિવાયનો પર્યાય કોણ છે?મારા શરીરમાં આ લગાતાર કોણ છે? પથરાયું છે આ સાંજમાં કોની જટાનું તેજ ?આકાશમાં ઝબોળતો અવતાર કોણ છે ? કોની ત્વચાની ભસ્મ ઊડે છે આ હોમમાં ?અંજળને ગટગટાવીને પીનાર કોણ છે ? ધ્યાનસ્થ થઇ ગયો છે હવે કોનો અંધકાર ?તો રંગ રૂપ સ્પર્શ અહંકાર કોણ છે ? આ કોણ ગુમ થયું છે ગુફાના પ્રકાશમાં ?આલેક થઇ … Read more

અમને તો એ યાદ નથી – લલિત ત્રિવેદી

કૌન ખુદા થા કૌન થા બંદા અમને તો એ યાદ નથીકૌન મિટ ગયા કૌન બુલંદા અમને તો એ યાદ નથી. કઈ તલપ ને કોની ઝંખા, અમને તો એ યાદ નથીકઈ ટોચ ને ગુંજયા શંખા અમને તો એ યાદ નથી આંખો જેવા ક્યા સીમાડે, અમે જ ઊભા રહી ગ્યા આડેખુદ પર ક્યારે ગઈ’તી શંકા અમને તો … Read more

અંગત વાત આ દેખાય તેવી નથી

બહુ જ અંગત વાત આ દેખાય તેવી નથીએક જણની રાત આ દેખાય છે તેવી નથી. છેવટે તો હાથમાં ગજરો સુકાતો હોય છેસાંજની શરૂઆત આ દેખાય છે તેવી નથી ઊખડે છે પડ કદી તો અશ્મિઓ દેખાય છેટેરવે રળિયાત આ દેખાય છે તેવી નથી. છે બહુ લાવણ્યમય શરૂઆત કોઈ ભેદનીઓસની રજૂઆત આ દેખાય છે તેવી નથી. સાંજ … Read more

error: Content is protected !!