અવાજ ને… લાભશંકર ઠાકર

અવાજને ખોદી શકાતો નથી ને ઊંચકી શકાતું નથી મૌન. હે વિપ્લવખોર મિત્રો !આપણી રઝળતી ખોપરીઓને આપણે દાટી શકતા નથી અને આપણી ભૂખરી ચિંતાઓનેઆપણે સાંધી શકતા નથી. તો સફેદ હંસ જેવાં આપણાં સપનાંઓનેતરતાં મૂકવા માટે ક્યાં સુધી કાલાવાલા કરીશું આ ઊષરભૂમિની કાંટાળી વાડને ?આપણી આંખોની ઝાંખાશનો લાભ લઈ વૃક્ષોએ ઊડવા માંડ્યું છે તે ખરુંપણ એય શું સાચું નથી કે આંખો આપીને આપણને છેતરવામાં આવ્યા છે ?વાગીશ્વરીના નેત્રસરોવરમાંથી ખોબોક પાણી પી ફરી … Read more

‘સૂર્યને શિક્ષા કરો’ – લાભશંકર ઠાકર

મૂક વાતાયન મહીં ઊભી હતી શ્યામા. ગાલના અતિ સૂક્ષ્મ છિદ્રોથી પ્રવેશી લોહીની ઉષ્મા મહીં સૂતેલ આકુલતા નરી સૂર્ય સંકોરી ગયો. માધુર્ય જન્માવી ગયો. ઉન્નત સ્તનોને અંગુલિનો સ્પર્શ જેવો એવી સ્મૃતિ શી લોહીમાં થરકી ગઈ ! ઉદરમાં આષાઢનું ઘેઘૂર આખું આભ લૈ પીંજરામાં ક્લાન્ત ને આકુલ શ્યામા જોઉં છું, નતશિર. ‘કોણ છે આ કૃત્યનો કર્તા ?’ … Read more

error: Content is protected !!