સાજણ રહે છે સાવ કોરા – વિમલ અગ્રાવત
આયખામાં આવી છે આષાઢી સાંજ અને ઝરમરિયા વરસે છે ફોરાં.સખીરી મારા સાજણ રહે છે સાવ કોરા. સાજણ કરતાં તો સારું બાવળનું ઝાડ જેને છાંટો અડતાં જ પાન ફૂટે,સાજણ સંતાય મુઓ છત્રીમાં, આખ્ખું આકાશ અરે મારા પર તૂટે;પલળી પલળી ને હું’તો થાઉં પછી સાજણ લાગે છે સાવ ખોરા.સખીરી મારા સાજણ રહે છે સાવ કોરા. ચૈતર ને … Read more