પાયલનો ઝંકાર હતો – વેણીભાઈ પુરોહિત
એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો,તમરાંની ત્રમત્રમ વાણીમાં કંઈ પાયલનો ઝંકાર હતો. એ રાત હતી ખામોશ, અને માટીનું અત્તર લાવી’તી,મેડીમાં દીપક જલતો’તો એ દીપક નહિ પણ પ્યાર હતો. જલ વરસીને થાકેલ ગગનમાં સુસ્ત ગુલાબી રમતી’તી,ધરતીનો પટ મસ્તાન, મુલાયમ, શીતલ ને કુંજાર હતો. ખૂટે તે કેમ વિખૂટો રસ્તો, એકલદોકલ રાહીનો?નાદાન તમન્ના હસતી’તી ને તડપનનો … Read more