તરસે (પનિહારીનું ગીત) – શિવજી રૂખડા

ખોબાનાં નીર થયાં ખાલી, સૈયર, હું તો પાણી ભરવાને પછી હાલી. પાણીના સેરડે પાણી કળાય નઈ ને કાળજે તરસ્યુંના કાપા, પાણીના પગરવની પાછળ, પાછળ છે તરસના સિન્દુરિયા થાપા. કોરી ગાગર લઈ ઠાલી, સૈયર, હું તો પાણી ભરવાને પછી હાલી. કાળઝાળ ગરમીના ઝાળઝાળ વાયરાઓ ચારે દિશાએથી વાય, ભીનાશે લીધો છે ભેજવટો ને ઓલ્યા વીરડામાં રેતી છલકાય, … Read more

error: Content is protected !!