ડાળીએ વળાવ્યું લીલું પાન – હરિશ્ચંદ્ર જોશી

દાદાજીને મન ઊડી ચરકલડી રે કાંઈ બાપુ એ વળાવી જાડી જાન, માતાજી ને મન ધીડી પરદેશ દીધી આજે ડાળીએ વળાવ્યું લીલું પાન… આમ તો પાંચીકો સ્હેજ હાથથી ઉલાળ્યો’તો ને વળત માં ઝીલ્યો રે મીંઢોળ, છબતી’તી હમણાં જે પગ બોળી નદીએ ‌ પીઠીનો આજ કરવો અંઘોળ, શરણાઈ – ઢોલ ભેળી, હીબકાતી હાલી શેરી આંખનું રતન દેવા … Read more

મૈત્રીના ફાગણમાં – હરિશ્ચન્દ્ર જોશી

ભૈ, વાંધા-વચકા નહીં સારા, વેંત એકનું જીવતર લૈને નીકળી જાવું પરબારા… ખરબચડી ભાષા પીધી છે રેશમશું ક્યાં બોલાતું ? માણસ જેવા માણસનું મન શબ્દકાનસે છોલાતું બળ્યાઝળ્યાને ઝાકળ ટોઈ કરવાના છે ઉપચારા… મૈત્રીના ફાગણમાં સૂક્કા હાથ થશે ચંદનડાળી સાત રંગનાં અજવાળાં છે રાત ભલે ઊગે કાળી આંખે વંચાતા જાશે રે ભીનાં ભીનાં વરતારા… હથેળીઓમાં ચાવી ફરશે … Read more

ગણી બતાવ – હરિશ્ચન્દ્ર જોશી

ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ, તેં ફેરવેલ શ્વાસના મણકા ગણી બતાવ. દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી, ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ. વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું, ને એ પછી તૂટી જતા પડઘા ગણી બતાવ. તલવાર જેવો છે સમય, લાચાર તું, હવે ? ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ. એકાદ બે … Read more

error: Content is protected !!