લાખ ટુકડા કાચના – હેમેન શાહ

હેમેન શાહ

એટલા તો ક્યાં છે દુષ્કર લાખ ટુકડા કાચના?એક સપનું : એક પથ્થર : લાખ ટુકડા કાચના. સ્હેજ ભીનું શ્યામ અંબર, લાખ ટુકડા કાચના;ઘાસમાં વેરાય આખર, લાખ ટુકડા કાચના. ધૂળિયો રસ્તો, ખભા પર શેરડી ની ગાંસડી,ડૂબતો સૂરજ, ત્વચા પર લાખ ટુકડા કાચના. છે ઘણો નાનો તફાવત, માત્ર દ્રષ્ટિકોણનો;રત્નના ઢગલા બરાબર લાખ ટુકડા કાચના. રાહ તારી જોઉં … Read more

આવું ચોમાસું મને પોસાય નહિ – હેમેન શાહ

હેમેન શાહ

આ રમતમાં તો કદી જીતાય નહિકોઈ કુદરત સામે સ્પર્ધા થાય નહિએક ટીપાં સામે આંસુ આપવું,આવું ચોમાસું મને પોસાય નહિ દર્દ જ્યારે અંગત આવશેમહેફિલોમાં ત્યારે રંગત આવશેશબ્દ તારે શોધવા પડશે નહીંપંક્તિઓ પોતે સુસંગત આવશે ! શ્વાસમાં ફૂલો લપેટી ના શક્યો,હું સુગંધોને સમેટી ના શક્યો,હાથ ફેલાવી ઊભા’તા વૃક્ષ સૌ,હું હતો ઠૂંઠો, કે ભેટી ના શક્યો ! નિસાસાની … Read more

જરા અજવાસ લાવ્યો છું – હેમેન શાહ

Hemen Shah

જરા ખુશ્બૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું,હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું. તમન્ના આભની પણ હું તો કેવળ શ્વાસ લાવ્યો છું,કદી ખૂટે નહીં એવો વિરોધાભાસ લાવ્યો છું. ફકીરીમાં અમીરીનો અજબ અહેસાસ લાવ્યો છું,ગઝલ મમળાવવાનો રાજવી ઉલ્લાસ લાવ્યો છું. બધા શ્રાવણની ઝરમર રાતનો શૃંગાર માગે છે,ને હું પ્રાગડના ગેરુ રંગનો સંન્યાસ લાવ્યો છું. પ્રબળ … Read more

આવવા દે – હેમેન શાહ

Hemen Shah

વિચારો નિરંકુશ જવા આવવા દે,અજાણી દિશાથી હવા આવવા દે. તું રેખાઓ દોરી ને રંગો જતા કર,એ વરસાદને પૂરવા આવવા દે. કદી મુક્ત મનથી તો ખડખડ હસી પડ,કદી નીચે ઉન્નત ભવાં આવવા દે. નથી આભ બદલી શકાતું, એ માન્યું,જરા પંખીઓ તો નવાં આવવા દે. બધે નામ-સરનામું જાહેર ના કરજગતને પછી પૂછવા આવવા દે. હેમેન શાહ

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ – હેમેન શાહ

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ. રોજ વિઘ્નો પાર કરતાં દોડવાનું છોડીએ.પાતળી સરસાઈથી આ જીતવાનું છોડીએ. આવશે, જે આવવાનું છે એ પાસે ખુદ–બ–ખુદ,અહીં કે ત્યાં, આજે કે કાલે, શોધવાનું છોડીએ. મ્હેકની ભાષા સમજીએ, જેટલી સમજાય તે,કિન્તુ પાકટ પથ્થરોને પૂછવાનું છોડીએ. હોય જો તાકાત તો બે –ત્રણ હલેસાં મારીએ,જળને વ્હેવાની … Read more

error: Content is protected !!