નભ-છત્રી નીચે ! – યોગેશ જોષી

યોગેશ જોષી

ધોધમાર વરસાદમાંચાલીયે છીએ આપણે પાસપાસે,પોતપોતાની છત્રી નીચે. તારી છત્રી ફગાવી દઈ,તું આવી ગઈ,મારી છત્રી નીચે. ત્યાં તોગાંડાતૂર વરસાદી પવનેફંગોળી દીધીમારી છત્રી… મૂશળધાર વરસાદમાંહવે આપણેનભ-છત્રી નીચે !ને છતાંકેમ હજીયેકોરાંકટ્ટ ?! યોગેશ જોષી

કુટુંબ : ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કર

મને થયું લાવ દીકરીને શીખવું :કુટુંબ એટલે શું?હું માંડ્યો પૂછવા“તારું નામ શું?”“ઋચા….ઠક્કર”“બકી કોણ કરે?”“મમ્મી….ઠક્કર”“પાવલો પા કોણ કરે?”“પપ્પા….ઠક્કર” ત્યાં તો સાઈકલ પર કપડાંની ગઠરી મૂકીટ્રીન..ટ્રીન..કરતું કોઈ આવ્યુંદીકરીનો ચહેરો થયો ઊજળો!“ધોબી…ઠક્કર!” ચોખાના દાણાથી હાઉસફુલ થઈ જાય એવું પંખીહવામાં હીંચકા લેતું હતુંદીકરીએ કિલકાર કર્યો“ચક્કી…ઠક્કર!” લો ત્યારેદીકરી તો શીખી ગઈહું હજી શીખું છું ઉદયન ઠક્કર

એક કાચી સોપારીનો કટ્ટકો રે… – વિનોદ જોશી

એક કાચી સોપારીનો કટ્ટકો રેએક લીલું લવિંગડીનું પાનઆવજો રે… તમે લાવજો રે… મારા મોંઘા મે’માનએક કાચી સોપારીનો કાગળ ઊડીને એક ઓચિંતો આવિયોકીધાં કંકોતરીનાં કામ,ગોતી ગોતી ને આંખ થાકી રે બાવરીલિખિતંગ કોનાં છે નામ? એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રેએક ઝાંઝરનું ઝીણું તોફાનઝાલજો રે… તમે ઝીલજો રે… એનાં મોંઘા ગુમાનએક કાચી સોપારીનો … એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો … Read more

રાત પડે ને… ચંદ્રકાન્ત શેઠ

રાત

રાત પડે ને અંધકારના વડલે થાય સવાર,સૂનકારની બખોલમાંથી બિડાલ આવે બ્હાર. સાત સમુદર સૂતાં, એના હોઠે આછાં હાસ,ભીતરના મોતીનો એમાં ઝીણો તરે ઉજાસ ! વનના કાળાં ઊંડાણ, એને પેટે પ્રસવ્યાં પ્રેત !રાતા ભડકે ભયનાં વાદળ વરસ્યાં કરે સચેત. નીંદરનાં જલ શ્યામલ એમાં સરે સ્વપ્નનાં દીપ,અંતર ઝાકઝમાળ, ઊઘડી તારલિયાની છીપ. ગળું હવાનું ઘૂંટી ઘૂંટી ઘુવડ બોલે … Read more

બોલકું દર્પણ – કરસનદાસ લુહાર

રેતકણ શી ક્ષણ તને આપીશ હું !એક અંગત રણ તને આપીશ હું ! લોહીમાં રણઝણ તને આપીશ હું,સ્પર્શનું સગપણ તને આપીશ હું! હર્ષથી સ્વીકારે છે, હળવાશનું-ભાતીગળ ભારણ તને આપીશ હું! જીવથી અઘરું જતન કરવું પડે-એક એવો વ્રણ તને આપીશ હું ! જે વિચારોનાંય બિંબો ઓળખે,બોલકું દર્પણ તને આપીશ હું ! આપવાનો અર્થ લેવું થઇ શકે;એ … Read more

error: Content is protected !!