અમને તો એ યાદ નથી – લલિત ત્રિવેદી

Share it via

કૌન ખુદા થા કૌન થા બંદા અમને તો એ યાદ નથી
કૌન મિટ ગયા કૌન બુલંદા અમને તો એ યાદ નથી.

કઈ તલપ ને કોની ઝંખા, અમને તો એ યાદ નથી
કઈ ટોચ ને ગુંજયા શંખા અમને તો એ યાદ નથી

આંખો જેવા ક્યા સીમાડે, અમે જ ઊભા રહી ગ્યા આડે
ખુદ પર ક્યારે ગઈ’તી શંકા અમને તો એ યાદ નથી

ક્યારે અમને ખબર જડયા’તા, પરમાણુ ક્યારે પરખ્યા’તા
ક્યારે ભેદ લિયા અકબંધા અમને તો અમને એ યાદ નથી

આછા રે ઊઘડયા અણસારા, ઊકલ્યા રે ઊકલ્યા આકારા
પલકારામાં લ્હેર્યા ઝંડા અમને અમને તો એ યાદ નથી

પછી તો જળ સાતે ય વટાવ્યાં ઓળખઅંતર ચીરી બતાવ્યાં
સળગાવી સોનાની લંકા અમને અમને તો એ યાદ નથી

દ્રાખવાખ અરુ સાખ મીટ ગઈ સૂરદાસસે આંખ મિલ ગઈ
મટી ગયા જોયાના ડંખા અમને તો એ યાદ નથી

(બેઠો છું તણખલા પર – 86)

Leave a Comment

error: Content is protected !!