આપણે ભરોસે આપણે હાલીએ – પ્રહલાદ પારેખ

Share it via

આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

ખુદનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈગઈ ને કહે;

‘તારે ભરોસે, રામ !’

એ તો ખોટું રે ખોટું પિછાણીએ, હો ભેરુ;

બળને બાહુમાં ભરી હૈયામાં હામ ભરી
સાગર મોઝારે ઝુકાવીએ,
આપણાં વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, હો ભેરુ.

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે;
કોણ લઇ જાય સામે પાર;
એનો કરવૈયો કો આપણી બહાર નહીં.
આપણે જ આપણે છઈએ, હો ભેરુ.

પ્રહલાદ પારેખ

Leave a Comment

error: Content is protected !!