એકલા નાચી જુઓ – જયંત ડાંગોદરા

Share it via

શ્વાસની કરતાલ રાખી એકલા નાચી જુઓ.
જાત સાથે જાત મૂકી જાત આરાધી જુઓ.

કાંઇપણ ઊગે નહીં જેના થકી ક્યારેય તે,
એક પળ જોગી સમી બસ એક પળ વાવી જુઓ.

હું જવાબો દઈશ નહિ મારા થિરકવાને વિશે,
આ સતત નાચી રહેલા આભને પામી જુઓ.

આંસુઓ બહુ બહુ તો ઈચ્છાને ટકાવી રાખશે,
આંસુને બદલે હવે લોહીને અજમાવી જુઓ.

કાંઇ બીજું કામ નહિ આવે કદી ‘સંગીતજી’
મૌન મારું વાંચવા મારી ગઝલ વાંચી જુઓ.

જયંત ડાંગોદરા

Leave a Comment

error: Content is protected !!