એમ પણ નથી…..

Share it via

કવિ શ્રી ભરત વિંઝુડાને જન્મ દિવસની શુભેચ્છાઓ

હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી
સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી

તે વાતચીતમાંમાં જ મને વ્યસ્ત રાખશે
એકાદ ગીત ગાઈ શકું એમ પણ નથી

એક મંચ છે ને એમાં નથી મારી હાજરી
શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી

આઠે પહોર યાદ ન આવી શકું ભલે
કોઈ દિવસ ભુલાઈ શકું એમ પણ નથી

છોડી દઈને જાત નિરાકાર થઈ ગયો
શોધો ને હું છુપાઈ શકું એમ પણ નથી.

(સંગ્રહ : પ્રેમ પત્રોની વાત પૂરી થઈ માંથી)

– ભરત વિંઝુડા

Leave a Comment

error: Content is protected !!