એવો વરસાદ થયો રે – રમેશ પારેખ

Share it via

એક છોકરીની ત્વચા તળે એવો વરસાદ થયો, એવો વરસાદ થયો
એવો વરસાદ થયો રે
કે હોનારત થઉં થઉં થઉં થઉં થાય


હેય, જેનાં નેવાં છલ્કાણાં તે બુઢ્ઢાઓ
ડોળાને ઉટકવા મંડી પડ્યા રે
હોય, જેની શેરી છલ્કાણી તે તરવૈયા
અધકચરા ખાબકવા મંડી પડ્યા રે


હેય, પછી પોતે છલ્કાણા છલ્કાણા એ જીવ
ક્યાંક વહી જઉં વહી જઉં થાય


અરે, પછી છોકરીઓ-દરિયાના જાસા-
-મરજીવાની ભીંતે ચોડાઈ ગયાં રે
અરે, પછી ઓસરીએ ઓસરીએ થાપા
અમરેલીના દલ્લા લૂંટાઈ ગયાં રે


અરે, પછી બ્હારવટાં પડી ગયાં ખેધે
તે જાસાઓ દઉં દઉં દઉં દઉં થાય


રમેશ પારેખ

છ અક્ષરનું નામ – રમેશ પારેખ – 440 Rs On Amazon

Leave a Comment

error: Content is protected !!