એ કલાકાર ગણાશે – કાજલ કાંજિયા ‘ફિઝા’

Share it via

દે શ્વાસ ખુશીનાં એ કલાકાર ગણાશે,
આ જગમાં દુવાનો ય એ આધાર ગણાશે.

ખુદ જાત અગર કોઈ કદી જાણી શકે તો !
એ મંચ ઉપર મોટો કથાકાર ગણાશે.

કોરી ના રહીં હું ય પ્રણય ,દર્દ , સજાથી
દિલ તૂટ્યું છતાં પણ, મેં કર્યો પ્યાર ગણાશે.

ઉમ્મીદથી હું પોષું ભરમને ય કવનમાં,
એક પળમાં ત્યજી દઉં તો એ વ્યાપાર ગણાશે.

આંખોથી રજૂ થાય તો સંવાદ બની જાય,
હોઠોની રજૂઆત અસહકાર ગણાશે.

ઊંધા છે બધાં ન્યાય હવે જગનાં જુઓને,
ચાલાકી કરે એજ સમજદાર ગણાશે.

કાજલ કાંજિયા ‘ફિઝા’

Leave a Comment

error: Content is protected !!