એ બાળપણનાં સંભારણાં – પ્રભુદાસ દ્વિવેદી

Share it via

સાંભળે રે બાળપણનાં સંભારણાં,
જાણે ઊઘડતાં જીવનનાં બારણાં
એ બાળપણનાં સંભારણાં…

ફૂલ સમાં હસતાં-ખીલતાં’તા
પવન સમાં લહેરાતાં ,
ગાતાં’તાં-ભણતાં-તાં-મસ્તીમાં
મસ્ત માનતાં
ચ્હાતાં’તાં વિદ્યાનાં વારણાં
એ બાળપણનાં સંભારણાં.

રખેને બોલ્યું કોઈ સાંભળશે
એની ચિંતા નહોતી,
ભય નહોતો – મદ નહોતો
પ્રીતિની પીડા નહોતી,
નહોતી કોઈ ઝાઝી વિચારણા ,
એ બાળપણનાં સાંભરણા .

કોઈ અજાણ્યા નરને હોંશે
પ્રિયતમ કહેવું પડશે,
વણમૂલે વણવાંકે, દાસી
થઈ રહેવું પડશે,
નહોતી મેં ધારી આ ધારણા,
એ બાળપણનાં સંભારણાં .

કવિશ્રી – પ્રભુદાસ દ્વિવેદી

Leave a Comment

error: Content is protected !!