કવિતા અહીં પ્રગટ થઈ’તી

Share it via

પછી કરતાલના તાલે કવિતા અહીં પ્રગટ થઈ’તી
સળગતા કરના અજવાળે કવિતા અહીં પ્રગટ થઈ’તી

અહીં જન્મ્યો હતો એ શબ્દ દામોદરકુંડને કાંઠે,
નીતરતા કૃષ્ણના વ્હાલે કવિતા અહીં પ્રગટ થઈ’તી

સતત પીધા કર્યો’તો પ્રેમરસ મસ્તીમાં મત રહીને
ચટકતી ગોપીની ચાલે કવિતા અહીં પ્રગટ થઈ’તી

ગમ્યું જગદીશને જે કૈ સ્વીકાર્યું એ સહજતાથી,
સમર્પણ ભક્તિના ખ્યાલે કવિતા અહીં પ્રગટ થઈ’તી

હરિ આવે લઈને હાર સાંભળતા જ કેદારો,
તિલક છે ગુર્જરી ભાલે કવિતા અહીં પ્રગટ થઈ’તી.

ઉર્વીશ વસાવડા

https://youtu.be/ngkmnfdo9kk

Leave a Comment

error: Content is protected !!