કારણ સ્મરણ છે – પ્રમોદ અહિરે

Share it via

અમારા તડપવાનું કારણ સ્મરણ છે;

અને રોજ મરવાનું કારણ સ્મરણ છે.

નથી આગ જેવુ કશું જિંદગીમાં,

અમારા સળગવાનું કારણ સ્મરણ છે.

નદી હું સરજવા ગયો તો બન્યું રણ

હવે ત્યાં ભટકવાનું કારણ સ્મરણ છે.

બધુ સર્વસામાન્ય છે એ ગલીમાં,

છતાં ત્યાં અટકવાનું કારણ સ્મરણ છે.

ઘણા રોજ ગઝલો લખે છે સ્મરણમાં

ઘણાનું ન લખવાનું કારણ સ્મરણ છે.  – પ્રમોદ અહિરે

1 thought on “કારણ સ્મરણ છે – પ્રમોદ અહિરે”

Leave a Comment

error: Content is protected !!