કુમળી હથોડી –ઉદયન ઠક્કર

Share it via

કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે?

તમારે સાંજને સામે કિનારે જાવું હો,
તો વાતચીતની હલ્લેસા-સભર હોડી છે.

સમસ્ત સૃષ્ટિ રજતની બન્યાનો દાવો છે,
હું નથી માણતો : આ ચંદ્ર ગપોડી છે !

ગઝલ કે ગીત એ વરફારતી પ્હેરે છે :
કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે ?

જન્મ તારીખ : 28/01/1955 જન્મ સ્થળ : મુંબઈ
વતન : કચ્છ,
વ્યવસાય : ચાર્ટડ એકાઉન્ટન્ટ
કાવ્ય સંગ્રહ : એકાવન – 1987

https://www.youtube.com/watch?v=osQiYYnxanw&t=18s

Leave a Comment

error: Content is protected !!