કે ચકમક ચક્કારાણા – અરવિંદ ભટ્ટ

Share it via

અટક-મટક ગાડીમાં આવ્યા લઈ વાદળની પોઠ કે ચકમક ચક્કારાણા
નાહી ધૂળમાં, ઢંઢોળ્યા કણકણનાં તરસ્યા હોઠ કે ચકમક ચક્કારાણા

ગામ વીંધીને થાક્યા-પાક્યા, ખળાવડામાં દાણાનાં ઢગલા પર પૂગ્યા
ચણને બદલે તણખલાં લઈ આવ્યા એવા ઠોઠ કે ચકમક ચક્કારાણા

નથી તૂટતું પોત કે દર્પણ નથી ફૂટતું અને ઓળખાતા નહીં પોતે
શાણા થઈને પછી ચકીબાઈ સાથે કરતા ગોઠ કે ચકમક ચક્કારાણા

ચાંચમાં લઈ રાતનો વિયોગ એકલવીર પાડવા સવાર આવ્યા
મૂકો આંગણે મગ-ચોખાથી ચિતારેલો બાજોઠ કે ચકમક ચક્કારાણા

અરવિંદ ભટ્ટ

Leave a Comment

error: Content is protected !!