જીવરાજ હોજી

Share it via

હે જી મરણાસન્ન પોઢ્યા રે જીવરાજ હોજી

શૂન્નસપાટે તાલવરન્ધર રાજ થયાં તારાજ હોજી

જળ નદિયુંનાં થંભી થંભી થયાં તળાવનાં પાણી

શ્વાસ અગનની ચિતા બન્યા રે જેમ તત્વની વાણી

તળાવદાદુર બજવે મૌન પખવાજ

હે જી મરણાસન્ન પોઢ્યા રે જીવરાજ હોજી

ઝાકળ મેલી સૂરજ વસ્તર પ્હેર્યાં ,ઓઢ્યાં રે અંબર

અવકાશાંએ એ પર ઢોળ્યાં અગમ નિગમનાં ચમ્મર

અનહદ શૂનહદ ફેલ્યાં રે શૂનસાજ

હે જી મરણાસન્ન પોઢ્યા રે જીવરાજ હો જી

જયેન્દ્ર શેખડીવાલા

Download our new application for Hindi Poetry

https://play.google.com/store/apps/details?id=com.sufalamtech.hindipoem

Read Vasim Barelvi

1 thought on “જીવરાજ હોજી”

Leave a Comment

error: Content is protected !!