તડકો – મનહર મોદી

Share it via

તારો વિશેષ સ્પર્શ ફરી માણવા મળે
આકાશ હોય આંખમાં ને ચાલવા મળે

તડકો ટચાક ટેરવે ઝૂલે ને ગણગણે
મારી સમીપ એમ મને આવવા મળે

ખખડે છે દ્વાર એમનાં આવાગમન સમાં
સાચે કશું ન હોય છતાં આવ-જા મળે

ટુકડો સુંવાળું સુખ મને ના કામનું જરા
આખું મળે તો થાય, તને આપવા મળે

ઊગે છે કોઈ આંખમાં એવાંય સ્વપ્ન બે.
એક દેખાવા મળે ને બીજું દાઝવા મળે

મનહર મોદી

Leave a Comment

error: Content is protected !!