તમને આ રાતની આણ છે – કાજલ કાંજિયા “ફિઝા”

Share it via

મનથી મનનું આ સંધાણ છે
હા, મને તારું બંધાણ છે

સ્વપ્ન મ્હોરી રહ્યાં આંખમાં
એની બેઉં ને થઇ જાણ છે

સાત જન્મે ઘવાયો ફરી
આજે પણ આ નજર બાણ છે.

રંગ માણ્યાં કરો પ્રેમનાં
તમને આ રાતની આણ છે.

ઝુલ્ફ બાંધીને રાખો “ફિઝા”
આશિકોની અહીં ખાણ છે.


કાજલ કાંજિયા “ફિઝા”

Leave a Comment

error: Content is protected !!