તિમિરને ચીરવું પડશે

Share it via

સવારે જાગવું પડશે ને બિસ્તર છોડવું પડશે,
અનુસંધાન પણ ગઈ કાલ સાથે જોડવું પડશે !

વીતેલા એક દિવસ જેટલી ઉંમર વધી જાશે,
અને કેલેંડરેથી એક પાનુ તોડવું પડશે !

બરાબર હોઠ પર મુકાઈ ગઈ સીગરેટ એ રીતે,
કોઈ દીવાસળી સુધી તિમિરને ચીરવું પડશે !

હંમેશાં એક પગ બીજાથી આગળ થઈ જવા માંગે,
ને બે પગની હરીફાઈ પ્રમાણે ચાલવું પડશે !

સતત ચાલ્યાં કરીને પણ પહોંચાયું નથી ત્યારે,
હવે થાકી જવા માટે ય થોડું દોડવું પડશે !

– ભરત વિંઝુડા

Leave a Comment

error: Content is protected !!