દાન વાઘેલા

Share it via

મોજમાં હોય તો મળે !
અખિલ મંડળની આરપાર થઈ વિહરે છે હરપળે !
હરિવર મોજમાં હોય તો મળે…

રણમાં, ધણમાં કે સ્મરણમાં, હોય કોઇ જણમાં ધામા;
બીજના બોંતેર લાખમાં કણે ,ઝરુખા જામોકામા !
નવખંડ સૃષ્ટિ સ્નેહસભરનાશ્વાસ ભરી સળવળે !
હરિવર મોજમાં હોય તો મળે…..

ચોર્યાશી સૂરજની ઉપર જળના રાખે ઝુમ્મર;
અડસઠ્ઠ અબજ પાતાળ વિંધી : જ્વાળા ઠારે ભીતર !
દાન,નિગમના જાપ-મંત્ર પણ ઊભરેલા અટકળે !
હરિવર મોજમાં હોય તો મળે….

દાન વાઘેલા

Leave a Comment

error: Content is protected !!