મારે આંગણિયે ઊભા રખોપિયા, પાન અવસરનાં
કેળ, શ્રીફળ દાદાજીએ રોપીયાં, પાન અવસરનાં
મોર કમખે ભરેલા બોલિયા, પાન અવસરનાં
ગીત મંગળ સખીયુંએ ઝીલીયાં, પાન અવસરનાં
તારલાઓ ચુંદડીએ ટાંકીયા, પાન અવસરનાં
તેજ અતલસ ઘુંઘરડે ઢાંકિયા, પાન અવસરનાં
લાખ મોતીનાં તોરણ બાંધીયાં, પાન અવસરનાં
હેત રેડીને કંસાર કાઢીયા, પાન અવસરનાં
મૂળ મેલ્યાં ને છાંયડા ઝાલિયા, પાન અવસરનાં
ઝાડ છોડી ડાળીબેન હાલિયાં, પાન અવસરનાં