પ્રાર્થનાપોથી

Share it via

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી
ચકમક લોઢું ઘસતાં ઘસતાં,
ખરચી જિંદગી સારી;
જામગરીમાં તણખો ન પડયો,
ન ફળી મહેનત મારી.
ચાંદો સળગ્યો, સુરજ સળગ્યો,
સળગી આભ અટારી;
ના સળગી એક સગળી મારી,
વાત વિપતની ભારી
ઠંડીમાં મુજ કાયા થથરે,
ખૂટી ધીરજ મારી;
વિશ્વાનલ ! હુ અધિક ન માગું,
માંગુ એક ચિનગારી.

હરિહર ભટ્ટ

નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બુઝાય ના

સ્વારથનુ સંગીત ચારે કોરે બાજે,
કોઇ નથી કોઇનુ દુનિયામાં આજે

તનનો તંબૂરો જોજે બેસૂરો થાય ના……

પાપ ને પુણ્યના ભેદ રે ભુલાતા,
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જો જે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના….

શ્રધ્ધાના દીવડાને જલતો જ રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનનના મંદિરે જો જે અંધારું થાય ના……….. અનામી

હરિ કિર્તનની હેલી રે મનવા !
હરિ કિર્તનની હેલી ।

ધ્યાન ભજનની અરસપરસમાં જાગી તાલાવેલી,
ધામ ધૂમ નર્તન – અર્ચનની સંતત ધૂન મચેલી :
રે મનવા ! હરિ કિર્તનને હેલી !

મારા જિવનના ઉપવનમાં વિધવિધ પુષ્પિત વેલી
મારે મન તો હરિ છે ચંપો, હરિનુ નામ ચમેલી;
રે મનવા ! હરિ કિર્તનને હેલી !

નયણાંમાંથી અગણિત ધારા નભમાં જઈ વરસેલી,
કેવી અકલ અલૌકિક લીલા ! કોઇએ નથી ઉકેલી;

રે મનવા ! હરિ કિર્તનને હેલી !

વેણીભાઇ પુરોહિત

પ્રાર્થના

રાખ સદા તવ ચરણે, અમને ।
મધુમય કમલ સમા તવ ચરણે…

રાખ સદા તવ ચરણે

અમ તિમિરે તવ તેજ જગવજે,
અમ રુધીરી તવ બળ પેટવજે
અમ અંતરમાં તવ પદ ધરજે

રાખ સદા તવ ચરણે

અગાધ ઓ આકાશ સમા તવ
અમ ચૈતન્ય બનાવ મહાર્ણવ’;
અમને આપ સકલ તવ વૈભવ,

રાખ સદા તવ ચરણે

કમલ સમા તવ મધુમય ચરણે
રાખ સદા તવ ચરણે

સુંદરમ

   પ્રાર્થના

મને ચાકર રાખો જી !
ગિરધારી લલા ! ચાકર રખો જી.
ચાકર રહસૂં, બાગ લગાસૂં,
નિત ઉઠ દરસન પાસૂં,
વ્રુંદાવનકી કુંજ ગલીનમેં,
ગોવિંદલીલા ગાસૂં
ચાકરીમેં દરસન પાઊં,
સુમિરન પાઊં ખરચી,
ભાવ-ભગતિ જાગીરી પાઊં,
તીનો બાતાં સરસી
મોર મુકુટ, પીતાંબર સોહે,
ગલે બૈજંતી માલા,
વ્રુંદાવનમેં ધેનુ ચરાવે,
મોહન મુરલીવાલા
ઊંચે ઊંચે મહલ બનાઉં,
બિચ બિચ રાખૂં બારી,
સાંવરિયા કે દરશન પાઊં,
પહિર કસુંબી સારી
જોગી આયા જોગ કરનકું,
તપ કરને સન્યાસી,
હરિ-ભજન કૂં સાધૂ આયે,
વ્રુંદાવન કે વાસી.
મીરાં કે પ્રભુ ગહિર ગંભિરા,
હ્રદય રહો જી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દિન્હોં,
જમુનાજી કે તીરા.
ચાકર રહસૂં, બાગ લગાસૂં,
નિત ઉઠ દરસન પાસૂં,
વ્રુંદાવનકી કુંજ ગલીનમેં,
ગોવિંદલીલા ગાસૂં
ચાકરીમેં દરસન પાઊં,
સુમિરન પાઊં ખરચી,
ભાવ-ભગતિ જાગીરી પાઊં,
તીનો બાતાં સરસી
મોર મુકુટ, પીતાંબર સોહે,
ગલે બૈજંતી માલા,
વુર્ન્દાવનમેં ધેનુ ચરાવે,
મોહન મુરલીવાલા
ઊંચે ઊંચે મહલ બનાઉં,
બિચ બિચ રાખૂં બારી,
સાંવરિયા કે દરશન પાઊં,
પહિર કસુંબી સારી
જોગી આયા જોગ કરનકું,
તપ કરને સન્યાસી,
હરિ-ભજન કૂં સાધૂ આયે,
વુર્ન્દાવન કે વાસી.
મીરાં કે પ્રભુ ગહિર ગંભિરા,
હ્રદય રહો જી ધીરા;
આધી રાત પ્રભુ દરસન દિન્હોં,
જમુનાજી કે તીરા.

મીરાંબાઈ

Leave a Comment

error: Content is protected !!