પ્રીતવછોઈ કન્યા ~ મુકેશ દવે

Share it via

ચપટી વગાડવાને આંગળીના ટેકામાં અંગૂઠો આવે છે જેમ,
એમ સખી એકલાંથી કેમ થાય પ્રેમ !

અઢી અક્ષર સખી બોઝીલો એવો એને
ઊંચકવા બેઊ જાણ જોઇએ,
બેઊ સંગાથે જો ઊંચકી લઇએ તો,
વળી એકમેકમાં જાતને ખોઇએ,
પણ સૂનીસમ સીમમાં ભારો ચડાવવાને મળતીના કોઇની રહેમ.
એમ સખી એકલાંથી થાય પ્રેમ !

હાથને ફેલાવતો – પ્રીતડીને પાથરતો
સપનામાં ઊગ્યો ભરથાર,
નજરોએ વાટ છેક દૂર લગ માંડી તો
સંભળાયો ઘેરો સૂનકાર
વરસ્યા વિણ વાદળાંને જાતાં ભાળીને સૂકી ધરતી
વલખતી હો કેમ !!
એમ સખી એકલાંથી થાય પ્રેમ !

મુકેશ દવે

Leave a Comment

error: Content is protected !!