ફરમાવો તમે – મેગી આસનાની

Share it via

સ્વપ્નમાં બોલાવું તો આવો તમે ?
કે ખરેખર દ્વાર ખખડાવો તમે !

જિંદગીભર આટલી ચાહત રહે ?
કે છ મહિનામાં જ અકળાવો તમે!

કોઈના કહેવા મુજબ કરતી નથી
પણ કરું છું એ જે ફરમાવો તમે

આપણું મળવું છે સમયાતીત આ
ને સમય થંભે જો થંભાવો તમે

ચાંદ, તારા, સૂર્ય, વાદળ આ બધું
હાથમાં આવે તો અંબાવો તમે?

  • મેગી આસનાની

Download Kavyadhara Mobile app

Leave a Comment

error: Content is protected !!