ફૂલ અને ફોરમ – માધવ રામાનુજ

Share it via

ફૂલ તો વળી બાગ મૂકીને ફરવા ચાલ્યું જાય
ફોરમ એને ખોળવા ભમે, આકળવિકળ થાય !

ભમરો પૂછે, કળીઓ પૂછે: પાંદડા રહે ચૂપ;
ડાળીઓ એવી બ્હાવરી-જાણે ખોઈ નાખ્યાં હોય રૂપ !

ફૂલ તો વળી બાગ મૂકીને ફરવા ચાલ્યું જાય !
ફોરમ એને ખોળવા ભમે, આકળવિકળ થાય !

ઝીણી ઝીણી પગલી પડે ફૂલ તો ચાલ્યું જાય,
પડછાયામાં પાંખડી એની પાંખો જેવી થાય !

આંગણે નેહાબેન ઊભેલાં જોઇને રાજી થાય,
હરખમાં ને હરખમાં કાંઈ, આંખો મીંચી જાય !

વાળ તો લહેરાતા હોય : ફૂલને ગમી જાય!
સાવ ધીમેથી કૂદકો મારી ફૂલ એમાં છૂપાય !

ફૂલ નેહાને એકલી મૂકી ક્યાંય હવે ના જાય,
ફોરમ એને ખોળવા ભમે આકળવિકળ થાય !

માધવ રામાનુજ

Leave a Comment

error: Content is protected !!