બંનેની ઘટના જુદી છે – ભરત ભટ્ટ ‘પવન’

Share it via

બંને વચ્ચે સમજૂતી છે અંદરખાને,
બંનેની ઘટના જુદી છે અંદરખાને.

રુંવાટીમાં હલચલ થઈને ત્યારે જાણ્યું –
મળવાની ઈચ્છા ઊગી છે અંદરખાને.

પંખીનાં ખરતાં પીંછાંને જોઈજોઈ ,
વૃક્ષોની ડાળી તૂટી છે અંદરખાને.

ચ્હેરો હસતો રાખો છો પણ લાગે છે કે –
ગમગીની પણ ત્યાં બેઠી છે અંદરખાને.

પરબીડિયા પર છોને ફૂલો દોરેલાં છે ,
જાસાચિઠ્ઠી પણ મુકી છે અંદરખાને.


ભરત ભટ્ટ ‘પવન’

Leave a Comment

error: Content is protected !!